કેમ બોમ્બની જેમ ફાટે છે Smartphones?, બચવું હોય તો આ છે રામબાણ ઈલાજ!


હાઈલાઈટ્સ:

  • જો ફોનને બ્લાસ્ટ થવાથી બચાવવો હોય તો આટલી વાતો પર ખાસ ધ્યાન આપવું પડશે
  • ફોનને ચાર્જિંગમાં મુકીને છોડી દેવાથી બેટરી હીટ થાય છે અને બ્લાસ્ટની શક્યતા વધી જાય છે
  • ફોનમાં મલ્ટિ ટાસ્કિંગ એપનો ઉપયોગ અને પબ્જી જેવી ગેમ રમવાથી પ્રોસેસર પર લોડ પડે છે

સ્માર્ટફોન બ્લાસ્ટઃ છેલ્લાં કેટલાંક સમયથી સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ વનપ્લસ નોર્ડ-2 સ્માર્ટફોન બ્લાસ્ટ થયો હતો. જેના કારણે યૂઝર્સની ચિંતામાં વધારો થયો છે. દરેક લોકોનાં મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે સ્માર્ટફોન બ્લાસ્ટ થવા પાછળનું કારણ શું છે. સ્માર્ટફોનને બ્લાસ્ટ થતા કેવી રીતે બચાવી શકાય. અહીં અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

ઓવરલોડઃ ઘણી વાર ફોનમાં મલ્ટિ ટાસ્કિંગ એપનો ઉપયોગ કરવાથી અને પબ્જી જેવી દમદાર ગેમ રમવાથી પ્રોસેસર પર લોડ પડે છે. જેના કારણે સ્માર્ટફોનની બેટરી પર પણ લોડ પડે છે અને તે ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફોન બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. આ મુશ્કેલીથી રાહત મેળવવા માટે સ્માર્ટફોનમાં થર્મલ લોક ફીચર આપવામાં આવે છે. તેમ છતા સ્માર્ટફોન બ્લાસ્ટ થઈ જાય છે.
Latent View IPOનો સપાટોઃ Paras Defenceનો પણ રેકોર્ડ તોડ્યો
મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટઃ મોટાભાગના સ્માર્ટફોન બ્લાસ્ટ થવા પાછળનું કારણ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ હોય છે. હેન્ડસેટને શક્તિ આપવા માટે લિથિયમ આયર્ન બેટરી લગાવતા પહેલા ટેસ્ટિંગ જરૂરી છે. જો એસેમ્બલ લાઈનમાં કોઈ ભૂલ હોય તો સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. આ ત્યારે થાય છે કે જ્યારે બેટરીની અંદરના સ્લીમ વાયરનું ટેમ્પરેચર અંદાજિત ટેમ્પરેચરથી વધારે હોય છે. આના કારણે શોર્ટ સર્કિટ થવાથી બ્લાસ્ટ થાય છે.

થર્ડ પાર્ટી ચાર્જરઃ મોટાભાગના સ્માર્ટફોન બ્લાસ્ટ થવા પાછળનું કારણ એ પણ છે કે થર્ડ પાર્ટી ચાર્જર. અનેક લોકો એવા છે કે જેઓ બીજી કંપનીઓના ચાર્જરનો ઉપયોગ કરે છે. જે એક મોટી ભૂલ છે. હંમેશા સ્માર્ટફોનને તેની સાથે આવેલા ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ. જો ચાર્જર ખરાબ થઈ જાય તો એ જ કંપનીનું અસલી ચાર્જર ખરીદી ઉપયોગ કરવો જોઈએ.

અસલી ચાર્જર સિવાય બીજા ચાર્જરનો ઉપયોગ કરવો એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ પણ કંપનીનુ ચાર્જર એવા સ્પેસિફિકેશનથી લેસ હોતુ નથી કે જે તે સ્માર્ટફોનને અનૂકુળ હોય છે. મોટાભાગે લોકલ અને સસ્તા ચાર્જર સ્માર્ટફોનને હીટ કરી નાખે છે. જેના કારણે ઈન્ટરનલ કંપોનન્ટ્સ ખરાબ થઈ જાય છે. જેના કારણે સ્માર્ટફોનની બેટરી ખરાબ થઈ જાય છે.
T20 WC: ICUમાં બે રાત રહ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા સામેની જંગમાં ઉતર્યો હતો પાકિસ્તાનનો ક્રિકેટર
સ્માર્ટફોનનું કવરઃ સ્માર્ટફોનનું કવર બરાબર ન હોય તો તેના કારણે અંદરની હીટ બહાર નીકળી શકતી નથી અને ફોન ઓવરહીટ થઈ જાય છે. જો તમારા ફોનનું કવર તેના હીટીંગને વધારી રહ્યું હોય તો તેને તરત બદલી નાખો, કારણ કે એનાથી સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે.

કેવી રીતે કરવો બચાવઃ જો તમે ઈચ્છો છો કે તમારો સ્માર્ટફોન બ્લાસ્ટ ન થાય તો તેના માટે સૌથી વધારે બેટરી પર ધ્યાન આપો. જો સ્માર્ટફોનની બેટરી ફૂલી રહી છે કે પછી તેનો અવાજ આવી રહ્યો હોય તો તે બેટરી બ્લાસ્ટ થવાના સંકેત છે.

આની સાથે ફોનને સૂરજના પ્રકાશમાં ડાયરેક્ટ ન રાખો. કારણ કે એનાથી ફોન ગરમ થશે અને હટી વધવાથી બ્લાસ્ટ થઈ શકે છે. કેટલાંક લોકો ફોનને ચાર્જિંગમાં મુકીને છોડી દેતા હોય છે. આ દરમિયાન લાંબો સમય સુધી ચાર્જિંગમાં રાખવાથી બેટરી પર લોડ પડે છે અને ફોન બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે.

આ 5 બેન્કના શેર્સ 1 વર્ષમાં આપી શકે છે સારું એવું વળતર

About: k


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *