ચાર્જિંગ બાદ Poco X3 Proમાં થયો ઘાતક બ્લાસ્ટ, બે મહિના પહેલા જ ખરીદ્યો હતો ફોન


હાઈલાઈટ્સ:

  • સ્માર્ટફોન યુઝરે માત્ર બે મહિના પહેલા જ Poco X3 Pro ફોન ખરીદ્યો હતો
  • હાલમાં દેશભરમાં સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી હોવાના અહેવાલ
  • ચોંકાવનારો મુદ્દો એ છે ફોનમા બ્લાસ્ટ થવા પાછળ કંપનીઓ યુઝર્સને જવાબદાર ઠેરવી રહી છે

શિમલાઃ વિતેલા કેટલાક મહિનાઓમાં સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. એક ઘટનામાં ફોન બ્લાસ્ટ થવાથી પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પરંતુ આ ઘટનાઓમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્માર્ટફોન કંપનીઓ એમના ફોનમાં બ્લાસ્ટ થવા પાછળ એમના ગ્રાહકોને જવાબદાર ઠેરવી રહી છે.

ભારત એશિયામાં સ્માર્ટફોન માટે સૌથી મોટુ અને મોકળુ બજાર છે. ભારતનો બહોળો યુવાવર્ગ સ્માર્ટફોન યુઝર છે. એવામાં સ્માર્ટફોન બ્લાસ્ટના ભયાનક ફોટો અને વિડીયો હવે લોકોમાં ડર પેદા કરી રહ્યા છે કે એમનો સ્માર્ટફોન પણ બ્લાસ્ટ ના થઇ જાય.

હાલમાં જ હિમાચલ પ્રદેશમાંથી આવી ડરામણી ઘટના સામે આવી છે. જેમાં સ્માર્ટફોન યુઝરે ટ્વીટર ફોન બ્લાસ્ટની કેટલીક ફોટો શેર કરી છે જે કોઇને પણ ડરાવી શકે છે. આ ફોટોમાં જોઇ શકાય છે કે ફોનના ચિધરે-ચિધરા ઉડી ગયા છે.

આજે એક ટ્વીટર યુઝરે એના એકાઉન્ટ પર ફોટો શેર કરતાં માહિતી આપી છે કે એનો Poco X3 Proમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. ટ્વીટમાં યુઝરે એવો દાવો પણ કર્યો છે કે ફોન માત્ર બે મહિના જ જૂનો છે અને બ્લાસ્ટ થયો છે. ટ્વીટમાં યુઝરે કંપનીને પણ કડક શબ્દોમાં સંદેશો આપ્યો છે કે મારો ફોન રિપ્લેસ કરી આપવામાં આવે નહીં તો કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. ફોટો જોતાં અંદાજો લઇ શકાય છે કે Poco X3 Proમાં થયેલો બ્લાસ્ટ કેવો ભયાનક હશે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન યુઝરે જણાવ્યું કે હું હિમાચલનો રહેવાસી છું અને બે મહિના પહેલા જ આ ફોન ખરીદ્યો હતો. મે ફોન ચાર્જિંગમાં લગાવ્યો અને જ્યારે 100 ટકા બેટરી ચાર્જ થઇ ગઇ ત્યારે ચાર્જરમાંથી કાઢીને બેડ પર મૂક્યો અને બાથરુમ ગયો હતો. બહાર આવીને જોયું તો ફોનમાં બ્લાસ્ટ થયો હતો અને બેડ આગની લપેટમાં હતું.

યુઝર Poco X3 Proની રિપ્લેસમેન્ટ માટેની કાર્યવાહી કરી રહ્યો છે.iPhone 13માં નેટવર્ક વિના પણ થશે ફોન? કયું ફીચર આપવાની છે Apple?યૂઝ્ડ સ્માર્ટફોન માર્કેટમાં આ બ્રાન્ડની છે સૌથી વધારે રી-સેલ વેલ્યુiPhone 13ની રાહ જોતાં એપલ યૂઝર્સ માટે ખુશખબર, આ તારીખે લોન્ચ થશે ફોન!

About: k


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *