જિયો ફોન નેક્સ્ટનું દિવાળીથી શરૂ થશે વેચાણ, રૂ. 1999માં ખરીદી શકશો


હાઈલાઈટ્સ:

  • રિલાયન્સ જિયો અને ગૂગલે આજે જાહેરાત કરી કે જિયોફોન નેક્સ્ટ (JIOPHONE NEXT) દિવાળીથી તમામ સ્ટોર પર મળશે.
  • કંપની આ ફોનને મેડ ફોર ઈન્ડિયા સ્માર્ટફોન જણાવી રહી છે. કંપનીએ ‘JIOPHONE NEXT’ના લૉન્ચિંગ માટે દિવાળીનો તહેવાર પસંદ કર્યો છે.
  • કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોન માત્ર 1999 રૂપિયામાં તમે ઘરે લઈ જઈ શકો છો.

મુંબઈ: રિલાયન્સ જિયો અને ગૂગલે આજે જાહેરાત કરી કે જિયોફોન નેક્સ્ટ (JIOPHONE NEXT) દિવાળીથી તમામ સ્ટોર પર મળશે. કંપની આ ફોનને મેડ ફોર ઈન્ડિયા સ્માર્ટફોન જણાવી રહી છે. કંપનીએ ‘JIOPHONE NEXT’ના લૉન્ચિંગ માટે દિવાળીનો તહેવાર પસંદ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોન માત્ર 1999 રૂપિયામાં તમે ઘરે લઈ જઈ શકો છો. આ સ્માર્ટફોનની કિંમત 6499 રૂપિયા છે પણ બાકીના પૈસા તમે ઈએમઆઈમાં ચૂકવણી કરી શકો તેનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ ઈએમઆઈ 18થી 24 મહિના સુધીના હોઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પહેલી વખત છે જ્યારે કોઈ એન્ટ્રી લેવલ ફોન પર ઈએમઆઈનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

q3


અહીં નોંધનીય છે કે Jio phone next માટે તમે જિયોની વેબસાઈટ પર જઈ શકો છો. આ સિવાય તમે નજીકના જિયો સ્ટોર પર પણ જઈ શકો છો. Jio phone nextને WWW.JIO.COM/NEXT અથવા વોટ્સએપ નંબર 70182-70182 પર ‘HI’ લખી મોકલીને બુકિંગ કરી શકાય છે.

Jio phone nextમાં 5.45 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે અને તેના પર ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન છે. જેમાં રિયર કેમેરા 13 મેગાપિક્સલ જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ છે. તેનું સ્ક્રીન રેઝોલ્યુશન એચડી પ્લસ (720 X 1440) છે. જેમાં 2 જીબી રેમ અને 32 જીબી ઈનબિલ્ટ, એક્સપાન્ડેબલ સ્ટોરેજ સપોર્ટ 512 જીબી સુધીનો છે. તેની બેટરી કેપેસિટી 3500 mAH છે જ્યારે ડ્યુઅલ સિમ ઉપલબ્ધ છે. આ ફોનના સિમની સાઈઝ નેનો છે. આ ફોનમાં વાઈફાઈ કનેક્ટિવિટી સહિત બ્લુટૂથ, માઈક્રો યુએસબી અને સ્ટાન્ડર્ડ 3.5mm ઓડિયો જેક છે. આ સિવાય જિયોફોન નેક્સ્ટમાં 10 ભાષાની પસંદગીનો વિકલ્પ, ટ્રાન્સલેશન નાઉ, બોલીને સર્ચ કરવા માટે રીડ અલાઉડ, ગ્રેટ કેમેરા સહિત વોઈસ ફર્સ્ટ એક્સપિરિયન્સ જેવી સુવિધાઓનો લાભ મળશે.

About: k


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *