મોંઘવારીમાં વધુ એક ઝટકો! જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના આ પ્લાન્સ થઈ જશે મોંઘા


હાઈલાઈટ્સ:

  • લોકડાઉન દરમિયાન ઓટીટી એપ્સનો ઉપયોગ કરનારાની સંખ્યા ઘણી વધી છે.
  • એમેઝોન પ્રાઈમ ટૂંક સમયમાં સબ્સસ્ક્રીપ્શનની કિંમત વધારવા જઈ રહી છે.
  • એમેઝોન પ્રાઈમનો ફ્રી એક્સેસ આપતા ટેલિકોમ કંપનીઓના પ્લાન્સ પણ થશે મોંઘા.

લોકડાઉને આપણને ઓટીટી એપ્સના વ્યસની બનાવી દીધા છે અને આજના સમયમાં ઘણા લોકો આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો ઉપયોગ તો આપણે બધા કરીએ છીએ, તેના પર ઘણી સારી સીરિઝ અને મૂવી જોવા મળી જાય છે. પરંતુ, જો તમે તેના રેગ્યુલર યૂઝર છો તો તમને ઝટકો લાગી શકે છે.

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપને બદલે તમે તમારા ફોનનું રિચાર્જ જ એવા પ્લાનથી કરો છો, જે ઓટીટી એપનો મફત એક્સેસ આપે છે, તો આ સમાચાર તમારા માટે છે. ટૂંક સમયમાં જ એમેઝોનની પ્રાઈમ મેમ્બરશિપ મોંઘી થઈ જશે.
Jioએ રજૂ કરી ‘Making of JioPhone Next’ ફિલ્મ, સામે આવ્યા ફોનના ખાસ ફીચર્સ
કિંમતોમાં વધારાની અસર માત્ર યૂઝર્સના ખિસ્સા પર જ નહીં, પરંતુ એમેઝાન પ્રાઈમનું ફ્રી સબ્સસ્ક્રિપ્શન આપતી ટેલિકોમ કંપનીઓ પર પણ પડશે. એમેઝોને પોતાના એક પેજમાં જણાવ્યું કે, એમેઝોનએ પોતાના એક પેજમાં જણાવ્યું છે કે, એમેઝોન પ્રાઈમની કિંમતો એ ગ્રાહકો માટે પણ વધશે જે મેમ્બરશિપ મેળવવા માટે પોતાના મોબાઈલ ઓપરેટરોની મદદ લે છે.

એવામાં તેનો અર્થ છે કે, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિયો, એરટેલના એ બધા પ્લાન્સ જે પ્રાઈમનું ફ્રી સબ્સસ્ક્રીપ્શન પોતાના રિચાર્જ પ્લાન્સની સાથે આપે છે, તેની કિંમતોમાં વધારો જોવા મળશે.

એરટેલના એમેઝોન પ્રાઈમ સાથેના પ્લાન
એરટેલ પોતાના 131 રૂપિયા અને 19 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે મફત એમેઝોન પ્રાઈમ આપે છે. કંપનીની પાસે કેટલાક પોસ્ટપેઈડ પ્લાન પણ છે, જે પ્રાઈમ વિડીયો સ્ટ્રીમિંગ એપનું ફ્રી એક્સેસ ઉપલબ્ધ કરાવે છે. 499 રૂપિયા, 999 રૂપિયા અને 1,599 રૂપિયાના પોસ્ટપેઈડ પ્લાન પણ એક વર્ષનું એમેઝોન પ્રાઈમ સબ્સસ્ક્રીપ્શનનું ફ્રી એક્સેસ આપે છે.
હવે મોબાઈલથી જ આપી શકાશે વોટ? દેશમાં પ્રથમ વાર આ રાજ્યએ બનાવી એપ્લિકેશન
જિયોના એમેઝોન પ્રાઈમ સાથેના પ્લાન
જિયો પોતાના 399 રૂપિયાની કિમતવાળા પ્લાનમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. તે ઉપરાંત 599 રૂપિયા, 799 રૂપિયા અને 1,499 રૂપિયાવાળા પ્લાન્સ પણ આ લિસ્ટમાં સામેલ છે.

વોડાફોન આઈડિયાના પ્લાન્સ
વોડાફોન આઈડિયાની વાત કરીએ તો 499 રૂપિયા, 649 રૂપિયા, 699 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1,099 રૂપિયા તેમજ 1,348 રૂપિયાના પોસ્ટપેઈડ પ્લાનના ઈન્ડીવિઝ્યુઅલ અને ફેમિલી પોસ્ટપેઈડ પ્લાન્સ દ્વારા એમેઝોન પ્રાઈમનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે.

આ બધા ટેલિકોમ ઓપરેટર્સ પોતાના પોસ્ટપેઈડ અને પ્રીપેઈડ પ્લાન્સના ભાવ વધારો કરે તેવી શક્યતા છે.

‘ચોપડી’ છોડીને ‘રોટલી’ પકડી, ‘શિક્ષિકા’માંથી ‘શેફ’ બન્યા

About: k


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *