સહેલાઇથી ખરીદી શકશો સૌથી સસ્તો JioPhone Next, રિલાયન્સ લાવી નવી સુવિધા


હાઈલાઈટ્સ:

  • રિલાયન્સે JioPhone Nextના ફાયનાન્સ સેલ્સ માટે પાંચ બેન્કો સાથે કરાર કર્યો
  • ગૂગલ સાથે મળીને રિલાયન્સે બનાવ્યો છે સૌથી સસ્તો સ્માર્ટફોન
  • રિલાયન્સે સ્માર્ટફોનની જાહેરાત વખતે દાવો કર્યો હતો કે એ સૌથી સસ્તો સ્માર્ટફોન લાવી રહી છે

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની Reliance Jio ટૂંક જ સમયમાં એનો સૌથી સસ્તો સ્માર્ટફોન લાવી રહી છે. કંપનીએ આ સ્માર્ટફોન ગૂગલ સાથે મળીને તૈયાર કર્યો છે જેમાં ગૂગલ અને રિલાયન્સ એમ બંનેની એપ્સ જોવા મળશે.

રિલાયન્સ એના સ્માર્ટફોનને લઇને દાવો કરી ચૂકી છે કે તે દેશનો સૌથી સસ્તો સ્માર્ટફોન JioPhone Next લાવી રહી છે. એમાં સૌથી મોટી ખાસ વાત એ છે કે, આ સ્માર્ટફોન ખરીદવા માટે રિલાયન્સ એના ગ્રાહકો માટે ખાસ સુવિધા લઇને આવી છે. કંપનીએ સૌથી સસ્તા સ્માર્ટફોનના વેચાણને ફાયનાન્સ કરવા માટે 5 બેન્કો સાથે કરાર કર્યો છે. JioPhone Next ખરીદવા ઇચ્છતા ગ્રાહકો આ ફોનની કિંમતના 10 ટકા ડાઉન પેમેન્ટ પેટે આપવાનું રહેશે જ્યારે બાકી રહેતી કિંમત બેન્ક દ્વારા ફાયનાન્સ કરવામાં આવશે. આ અંગેની માહિતી એક મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવી છે.

રિપોર્ટ મુજબ રિલાયન્સે JioPhone Nextના ફાયનાન્સથી વેચાણ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પિરામલ કેપિટલ, આઇડીએફસી ફર્સ્ટ એશ્યોર અને ડીએમઆઇ ફાયનાન્સ સાથે કરાર કર્યો છે.

રિલાયન્સનો સૌથી સસ્તો સ્માર્ટફોન JioPhone Next બે વેરિયંટમાં બજારમાં એન્ટ્રી લેશે. બેઝિસ વેરિયંટની કિંમત 5000 રુપિયા છે જ્યારે એડવાન્સ વેરિયંટની કિંમત 7000 રુપિયા છે.
યૂઝ્ડ સ્માર્ટફોન માર્કેટમાં આ બ્રાન્ડની છે સૌથી વધારે રી-સેલ વેલ્યુiPhone 13માં નેટવર્ક વિના પણ થશે ફોન? કયું ફીચર આપવાની છે Apple?iPhone 13ની રાહ જોતાં એપલ યૂઝર્સ માટે ખુશખબર, આ તારીખે લોન્ચ થશે ફોન!

About: k


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *