હાર્દિકનો 16 હજાર પાટીદારોની અટકાયતનો દાવો, ગુજરાત પોલીસે કહ્યું 158 લોકો જ થયા છે ડિટેઈન

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી:ADGP

ગાંધીનગર: હાર્દિક પટેલે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે અત્યાર સુધી રાજ્યમાં 16 હજાર પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. જેના પ્રત્યુત્તરરૂપે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી આર. બી. બ્રહ્મભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં માત્ર 158 પાટીદારોને ડિટેઈને કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આર બી બ્રહ્મભટ્ટે શું કહ્યું?

એડિશનલ ડીજીપીએ જણાવ્યું હતું કે, ગઈ 25મી ઓગસ્ટે 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલનની મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં મોટાપાયે તોફાનીઓએ તોફાન મચાવ્યા હતા. જેના કારણે સરકારી મિલકતોને નુકસાન થયું હતું. થોડા દિવસ પહેલા પણ સુરતમાં બસ સળગાવવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી આપવામાં આવી.

પોલીસ કાર્યવાહી કરશે

બ્રહ્મભટે વધુમાં જણાવ્યું હતું કે , અત્યાર સુધી ગુજરાતભરમાંથી 158 પાટીદારોને ડિટેઈન કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ સામાજિક ખલેલ પહોંચાડી તોફાનની પરિસ્થિતિનું નિર્માણ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. બહારથી આવીને શહેરમાં ભેગા થશે અને પોલીસને દહેશત લાગશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *