Instagram Postમાં વાગશે તમારૂ મનપસંદ સોંગ, આ રીતે કરો સેટ


હાઈલાઈટ્સ:

  • પોતાના યૂઝર એક્સપીરિયન્સને વધુ સારૂ બનાવવા ઈન્સ્ટાગ્રામ સતત નવા ફીચર લાવી રહ્યું છે
  • ઈન્સ્ટાગ્રામે રીલ વોઈસ ઈફેક્ટ્સ-ટેક્સ્ટ ટૂ સ્પીચ માટે ટિકટોકની જેમ બે નવી સુવિધાઓની જાહેરાત કરી
  • હવે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તમે તમારુ મનપસંદનું સોંગ એડ કરી શકશો, આ રીતે સેટ કરવાનું રહેશે

નવી દિલ્હીઃ પોતાના યૂઝર એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે ઈન્સ્ટાગ્રામ સતત નવા ફીચર લાવી રહ્યું છે. તાજેતરમાં જ મેટાની માલિકીવાળી ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામે પોતાના રીલ વોઈસ ઈફેક્ટ્સ અને ટેક્સ્ટ ટૂ સ્પીચ માટે ટિકટોકની જેમ બે નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આ ફીચર પ્લેટફોર્મ પર પહેલેથી જ ઉપલબ્ધ છે. હવે એપ એક નવી સુવિધાનું પરિક્ષણ કરી રહ્યું છે. જે તમને તમારા ફીડ પોસ્ટમાં મ્યૂઝિક એડ કરવાની સુવિધા આપશે.

મહત્વનું છે કે, હાલમાં ઈન્સ્ટાગ્રામે ફક્ત સ્ટોરીઝ અને રિલ્સમાં મ્યૂઝિક એડ કરવાની મંજુરી આપી છે. હવે આ નવી સુવિધાનો ઉપયોગ કરીને તમે તમારા ઈમેજ કે વિડીયોમાં મ્યૂઝિક એડ કરી શકશો, જેને તમે ફીડ પર શેર કરવા માગતા હોવ. જેવી રીતે ઉપર જણાવવામાં આવ્યું એ રીતે આ ફીચરનું ટેસ્ટિંગ વર્તમાન સમયમાં ભારત, બ્રાઝિલ અને તુર્કી સહિત ત્રણ દેશોમાં કરવામાં આવી રહ્યું છે. જો આ સુવિધા તમારા માટે હેલ્પફૂલ છે, તો સમજી લો કે આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે ઈન્સ્ટાગ્રામનું આ અપકમિંગ ફિચર કેવી રીતે કામ કરશે.
આ શેરે 10 વર્ષમાં આપ્યું 4100% રિટર્ન, દિગ્ગજ રોકાણકારના પોર્ટફોલિયોમાં છે સામેલ
ઈન્સ્ટાગ્રામ ફીડ પોસ્ટમાં મ્યૂઝિક કેવી રીતે એડ કરવું?

જે રીતે તમે સ્ટોરીઝમાં મ્યૂઝિક એડ કરો છો એવી જ રીતે આ પ્રોસેસ છે. તમારા ઈન્સ્ટાગ્રામ ફીડ પોસ્ટમાં મ્યૂઝિક એડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
સ્ટેપ 1: તમારૂ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરો અને ટોપ લેફ્ટ કોર્નર પર જાઓ. જ્યાંથી તમે તમારી સ્ટોરીઝ અપલોડ કરો છો.
સ્ટોપ 2: હવે તમને પોસ્ટ ઓપ્શન જોવા મળશે અને કોઈ પણ પોસ્ટને અપલોડ કરવા માટે એના પર ક્લિક કરો.
સ્ટેપ 3: પછી તમારી ગેલેરીમાંથી કોઈ પણ ઈમેજ કે વિડીયોને સિલેક્ટ કરો.
સ્ટેપ 4: તમે ઈચ્છો છો તો એપ પર ઉપલબ્ધ અનેક ફિલ્ટર્સનો ઉપયોગ કરીને તમારી ઈમેજને એડિટ કરી શકો છો.
સ્ટેપ 5: હવે આગળ જઈને તમે એક કેપ્શન પણ લખી શકો છો. તમારા મિત્રોને ટેગ પણ કરી શકો છો અને લોકેશન પણ એડ કરી શકો છો.
સ્ટેપ 6: જો આ ફીચર તમારામાં ઉપલબ્ધ હશે તો તમને એડ લોકેશનની નીચે એડ મ્યૂઝિકનું ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 7: એડ મ્યૂઝિક ઓપ્શન પર ટેપ કરો અને તમારું મનપસંદનું મ્યૂઝિક સર્ચ કરો. આ તમને ટ્રેન્ડિંગ મ્યૂઝિક પણ બતાવશે.
સ્ટેપ 8: હવે કોઈ પણ સોંગ અને તે સોંગનો પાર્ટ પસંદ કરો, જેને તમે તમારી પોસ્ટમાં એડ કરવા માગતા હોવ.
સ્ટેપ 9: ઈન્સ્ટાગ્રામ તમને ફ્લિપ ટાઈમ એટલે કે ડ્યુરેશન પસંદ કરવાની મંજુરી પણ આપશે.
સ્ટેપ 10: એક વાર તમે જ્યારે આ બધી જ પ્રક્રિયા પૂરી કરી લેશો તો ડન પર ટેપ કરો અને પોતાની પોસ્ટ શેર કરો.
બે વર્ષમાં 35 પૈસાનો શેર 150 રુપિયાનો થયો, ₹1000 રોક્યા હોય તો સીધા 4.28 લાખ
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં મ્યૂઝિક કેવી રીતે એડ કરશો?
જે લોકો નથી જાણતા એવા લોકોને અમે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં મ્યૂઝિક એડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવા જઈ રહ્યા છીએ.
સ્ટેપ 1: સૌથી પહેલાં ઈન્સ્ટાગ્રામ એપના ટોપ લેફ્ટ કોર્નર પર જાઓ.
સ્ટેપ 2: પોતાની ગેલેરીમાંથી કોઈ પણ ઈમેજ કે વિડીયો પસંદ કરો.
સ્ટેપ 3: હવે સ્ટિકર લોગો પર ક્લિક કરો અને તમને અનેક વિકલ્પ જોવા મળશે.
સ્ટેપ 4: મ્યૂઝિક ઓપ્શન પર ટેપ કરો અને ગીતને સર્ચ કરો.
સ્ટેપ 5: તમે મ્યૂઝિકની ફોન્ટ ડિઝાઈનને પણ બદલી શકો છો અને ક્લિપનો ટાઈમ તથા તેના મ્યૂઝિક પાર્ટની પણ પસંદગી કરી શકો છો, કે જેને તમે એડ કરવા માગતા હોવ.
સ્ટેપ 6: હવે આ તમારી સ્ટોરીઝ તરીકે પોસ્ટ કરવા માટે તૈયાર છે.

મ્યૂઝિક એડ કરવામાં મુશ્કેલી આવે તો આ કરો
આ સિવાય તમને જો ફીડ પોસ્ટમાં મ્યૂઝિક એડ કરવામાં કોઈ મુશ્કેલી આવતી હોય તો તમે ગુગલ પ્લે સ્ટોર કે એપલના એપ સ્ટોર પરથી એપને અપડેટ કરી શકો છો. જો તેમ છતા પણ તમને મુશ્કેલી પડતી હોય તો થોડી વાર રાહ જુઓ, કારણ કે આ સુવિધા હાલ કેટલાંક ઉપયોગકર્તાઓ માટે ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ છે.

સ્ટોરીઝને લાઈક કરવાનું ફીચર પણ જલ્દી આવી શકે છે
સાથે જ ઈન્સ્ટાગ્રામ એક નવા ફીચર પર કામ કરતું હોવાની જાણકારી પણ સામે આવી છે. જે તમને સ્ટોરીઝને લાઈક કરવાની પણ મંજુરી આપશે. જો કે, આ સત્તાવાર રીતે ક્યારે રોલ આઉટ કરવામાં આવશે એની કોઈ જાણકારી સામે આવી નથી.

Video: બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયેલા યુવક પર ટ્રક ફરી વળતાં મોત

About: k


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *